આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 24 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.
લેખક: અનામી
દેશ : અમેરિકા
ઉંમર : 34
મારા સાતમાં જન્મદિવસ પછી તુરત જ હું મારી દાદીને મળવા ન્યૂયોર્ક ગઈ. મારી માંએ મને કહ્યું કે આ એક ખાસ મુલાકાત બની જશે અને મારી સાથે એક “મહત્વની પ્રક્રિયા” કરવાની હતી. મને કેહવામાં આવ્યું કે “દરેક દીકરી સાત વર્ષની થાય ત્યારે તેણી પર આ પ્રક્રિયા કરવાની હોય છે” જેમ, મારા પહેલા મારી મોટી બહેને કરાવી હતી તેમ. મારી માંએ કહ્યું કે હું જ્યારે મોટી થાવ ત્યારે મારા “સુખી લગ્ન જીવન” માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. સાત વર્ષની ઉંમરે આ સફાઈ મારા માટે સંતોષપૂર્ણ હતી. આ સફાઈને મેં સર્વસામાન્ય માની અને એવું માની લીધું કે બધા ધર્મો અને સંસ્કૃતિઓના બૈરાઓમાં આવી પ્રક્રિયા કરવાનો રીવાજ હશે. ત્યારે મને એ વાતનો ખ્યાલ નહોતો કે એ દિવસ ઘણી બધી રીતે મારી જીંદગીને બદલી નાખશે.
એ પ્રક્રિયાથી મને ઈજા થઈ. સ્વાભાવિક રીતે જ, આ પ્રક્રિયા અમારા સમાજની મેડિકલ ટ્રેનિંગ લીધા વિના ની એક વૃદ્ધ બૈરી દ્વારા બેસમેન્ટ ફ્લોર પર બેદરકારીપૂર્વક કરવામાં આવી હતી. પંરતુ, તે દિવસે મને એવો મેસેજ આપવામાં આવ્યો કે “આના કારણે તારૂં લગ્ન જીવન સુખી થશે” અને ત્યારબાદ મારા સંપૂર્ણ જીવન દરમિયાન મને એવા મેસેજો આપવામાં આવ્યા કે “બૈરી તેની ઉત્તેજનાને નિયંત્રણમાં રાખી શકે એટલા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે”, “તમે તામારા પતિ પ્રત્યે વફાદાર રહો તેની ખાતરી માટે આવી પ્રક્રિયા કરવામાં આવે છે”, “બૈરાઓએ તેમના પતિઓને ખુશ રાખવા જરૂરી છે”. ખરેખર, આવા મેસેજોએ સૌથી વધુ માનસિક ત્રાસ આપ્યો. આવા મેસેજો ને કારણે હું એવું જીવન જીવી જેમાં, હું મને મારા જીવનસાથી સામે નીચલા દરજ્જાની મહેસુસ કરતી હતી અને આવું જ મેં મારી કુદરતી ઉત્તેજનાઓ/લાગણીઓ પ્રત્યે પણ મહેસુસ કર્યું.
જેમ હું મોટી થઈ તેમ મને સમજાયું કે એ દિવસની મારાપર કેવી અસર પડી, હું અસ્વસ્થ અને ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. મને જે પ્રક્રિયા કરવા માટે ફરજ પાડવામાં આવી એ બાબતને લઈ હું ખૂબ જ ગુસ્સા માં હતી અને સતત વિચાર કરતી કે જો એ દિવસ મારી જીંદગીમાં ક્યારેય ના આવ્યો હોત તો કેટલુ સારૂં હોત. બેશક, આ પ્રક્રિયા હેઠળથી પસાર થવું પડશે તેવી અન્ય નાનકડી દીકરીઓનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે મારૂં મન ગુસ્સો, દુઃખ અને અસહાયતાની લાગણીથી ભરાઈ જાય છે. મેં આશા રાખી કે આપણા સમાજના લોકો, નિર્દોષ દીકરીઓને આ પ્રથાનો ભોગ બનતા અટકાવશે. મેં આશા રાખી કે લોકો જાગશે અને મહેસુસ કરશે કે તેઓ દીકરીના જીવનને સુખી નહિં પરંતુ વધારે દુખી બનાવી રહ્યાં છે. તેઓ મેહસુસ કરશે કે આ પ્રથા અપનાવી તેમણે કોઈ સારૂં કાર્ય કર્યું નથી.
થોડા દિવસો પહેલા, ડેટ્રોઈટની એક મહિલા ડૉક્ટરના સમાચાર આવ્યા, જેના પર ગેરકાયદેસર રીતે બે જુવાન દીકરીઓ પર એફ.જી.એમ. ની પ્રક્રિયા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પ્રથાનો વિરોધ કરતા અન્ય લોકોની જેમ, મારી પણ પહેલી પ્રતિક્રિયા “ન્યાય મળ્યો” એવી હતી. અંતે આ પ્રથા માટે કોઈને તો જવાબદાર માનવામાં આવ્યા હતા. આ એક ગંભીર સમસ્યા છે, એ બાબતથી ફક્ત વિદેશોના જ નહિં પરંતુ કદાચ અહીં અમેરિકાના લોકો પણ માહિતગાર થશે. મેં એમ પણ વિચાર્યું કે જે લોકો એફ.સી.જી.ની પ્રક્રિયા કરાવવાનું વિચારી રહ્યાં છે તેવા લોકોમાં આ કેસને કારણે ડર પેદા થશે.
આ સમાચાર પરની લોકોની પ્રતિક્રિયા જોઈ મારૂં સમર્થન નિરાશામાં પરિવર્તિત થઈ ગયું. લોકો કઠોરતાપૂર્વક આ પ્રથા અને ઈસ્લામનો વિરોધ કરવા લાગ્યા, લોકોએ આ ડૉક્ટરને એક ક્રૂર નિર્દય સેક્સ્યૂઅલ પ્રિડેટર તરીકે બદનામ કરવા લાગ્યા. પરંતુ, મને તેણીમાં એવુ કંઈ દેખાયુ નહિં. મને તેણી, મારી માં, માસી અથવા દાદીમાં જેવી ફ્કત એક સામાન્ય બૈરી દેખાઈ. એક બૈરી, એક માંને, જે બાબત શ્રેષ્ઠ લાગી રહી હતી તે કરવાનો પ્રયત્ન કરી રહી હતી.
મારી માં મને નુક્શાન પહોંચાડવાના ખરાબ ઈરાદા સાથે મને આ પ્રક્રિયા કરાવવા માટે નહોતી લઈ ગઈ. જે રીતે આપણે આપણા બચ્ચાઓને રસી મુકાવવા, જરૂરી શસ્ત્રક્રિયા કરાવવા અથવા છોકરાની સુન્નત કરાવવા લઈ જઈએ છીએ, તેવા ઈરાદા સાથે તેણી મને આ પ્રક્રિયા કરાવવા લઈ ગઈ હતી. આપણા બચ્ચાઓપર કોઈપણ પીડાકરક પ્રક્રિયા કરવામાં આવે તેનું આપણને દુઃખ થાય છે પરંતુ, એ તેમના સારા માટે કરવામાં આવતુ હોવાનું માની આપણે આવુ કાર્ય કરીએ છીએ. આપણે આપણા તબીબી વ્યાવસાયિકોના માર્ગદર્શન પર વિશ્વાસ મુકીએ છીએ કારણ કે, તે ક્ષેત્રના નિષ્ણાત રૂપે તેમનું સન્માન અને વિશ્વાસ કરવામાં આવે છે. તેજ રીતે, બોહરા સમાજના લોકો – ખાસ કરી સાથે રહેતા એક સમાન આસ્થાવાળા લોકો – તેમના ધાર્મિક આગેવાનોના માર્ગદર્શન પર વિશ્વાસ મુકે છે. તેમની દુનિયામાં, આવા આગેવાનોને વિશ્વાસપાત્ર “નિષ્ણાતો” તરીકે સ્વીકારવામાં આવે છે, જે આપણા દરેક ઈન્સાન માટે શું શ્રેષ્ઠ છે તે જાણે છે. તેમના માટે, આવા આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવેલા પવિત્ર નિયમો તબીબી સમુદાયો અથવા રાજકારણીઓ દ્વારા નિર્ધારીત ધોરણોથી ઉપર હોય છે.
તેથી હું જ્યારે આ મહિલા ડૉક્ટરને જોઉં છું ત્યારે મને તેણીમાં ખલનાયિકા નહિં પરંતુ એક વિક્ટિમ દેખાય છે. મારા પોતાના જેવી એક વિક્ટિમ, જેણે નાનપણમાં ગેરકાયદેસર રીતે આ પ્રક્રિયા કરાવી છે. એવી બૈરી જેનો ભૂતકાળમાં શારિરીક ગેર ઉપયોગ કરવામાં આવ્યો એટલું જ નહિં પરંતુ, સારા ઈરાદા સાથે પ્રક્રિયા કરવા માટે આજે પણ તેણીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેણીએ કરેલા કાર્યમાટે હું તેણીને સંપૂર્ણપણે દોષમુક્ત નથી કરતી પરંતુ, જો દરેક ઈન્સાને તેમના કાર્યોની જવાબદારી લીધી હોત તો તેણીએ કદાચ આવું કાર્ય ના કર્યું હોત. હું ફક્ત તેણીનો પક્ષ રાખવાનો પ્રયત્ન કરી રહી છું, તેણીની દ્રષ્ટિથી જોઈએ તો એમ લાગે છે કે કદાચ તેણી પાસે અન્ય કોઈ ચોઈસ નહોતી.
તેથી, તેણીને ખલનાયિકા બનાવી અને દંડ આપી તમે બીજા થોડા ડૉક્ટરોને આવી પ્રક્રિયા ના કરવા માટે ડરાવી શકો. તેમના બચ્ચાઓ પર આવી પ્રક્રિયા ના કરાવવા માટે તમે અન્ય થોડી માંઓને રોકી શકો છો પંરતુ, તેણીને દંડ આપવાથી, દુરૂપયોગ કરતા લોકોને દંડ મળશે નહિં. જ્યાંસુધી આ મરદ આગેવાનો આવી પ્રથાનું સમર્થન કરતા રહેશે અને તેમના ધાર્મિક ઉપદેશનું મહત્વ જાળવી રાખશે ત્યાંસુધી સમર્થકો તેમના આદરણીય આગેવાનોના માર્ગદર્શનને અનુસરતા રહેશે. મને વધારે ડર એ બાબતનો છે કે આપણા સમાજ માંથી એફ.જી.સી.ના સમર્થનમાં આવતા સતત મેસેજની સાથે-સાથે આ જાહેર કેસ, આ પ્રથાને છૂપી રીતે વધારે અનુસરવા તરફ લઈ જશે. તેથી, ડૉક્ટરોના સ્વચ્છ ક્લિનીકોમાં કલાકો સુધી ગેરકાયદેસર પ્રક્રિયા કરવાના બદલે, મારી સાથે થયુ તેમ, આપણી દીકરીઓ પર ગંદા અને ઠંડા બેસમેન્ટ ફ્લોર પર આ પ્રક્રિયા કરવામાં આવશે.