ખતના વિષે કેવી રીતે વાતચીત કરવી : પ્રભાવશાળી વાતચીત માટે માર્ગદર્શન

છેલ્લા બે વર્ષમાં દાઉદી બોહરા સમાજે છોકરીઓ માટેની ખતના પ્રથા, જે ખફ્ઝ, ફીમેલ જેનિટલ કટિંગ (એફ.સી.જી) અથવા ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (એફ.જી.એમ) તરીકે પણ જાણીતી છે, તે સંબંધી ઘણા વાદવિવાદો જોયા છે. ડેટ્રોઈટ, અમેરિકામાં ફીમેલ જેનિટલ કટિંગના આરોપ હેઠળ દાઉદી બોહરા ડૉક્ટરોની ધરપકડ થયા બાદ, ઘણા દાઉદી બોહરાઓ ખતના બાબતના તેમના મૌનને તોડવા ઈચ્છે છે અને તેમના કુટુંબીજનો અને મિત્રો સાથે એ વિષે વાતચીત કરવા ઈચ્છે છે. ઘણા લોકો તેમના કુટુંબીજનો અને મિત્રોને તેમની દીકરીઓ પર ખતના પ્રથાનો ઉપયોગ બંધ કરવાનું સમજાવવા ઈચ્છે છે.

પરંતુ, આ વાતચીત કેવી રીતે કરવી એ તેઓ જાણતા નથી.

ખતના સંબંધી પ્રભાવશાળી વાતચીત કરવામાં મદદરૂપ થવા માટે અમે એક ગાઈડ તૈયાર કરી છે. અમે ઈચ્છીએ છીએ કે તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે આ બાબત પર વાતચીત શરૂ કરતા પહેલા તમે આ ગાઈડ પર એક નજર કરો.

સાંભળવાની શક્તિ અને વાત કહેવાની કલા પરથી સતત સંવાદ કરતા રહેવાનું સ્વીકારવા અને તેના મહત્વને સમજવામાં આવતી મૂશ્કેલીઓ સંબંધી કેટલાક પાસાઓ વિષે જાણશું.

1) સાભળવું :

અન્ય વ્યક્તિને ધ્યાનથી સાંભળવામાં ખૂબ જ શક્તિ છે. નિર્ણય અને અનુમાન કર્યા વિના, બસ શાંતિથી અને ધ્યાનથી તેમને સાંભળો.

વ્યક્તિએ કેવુ મહેસુસ કરવું અથવા શું કરવું જોઈએ, તેવી સલાહ આપવાના બદલે તેમની વાત સાંભળો અને તેના પર વિચાર કરો.

જોકે, પ્રભાવશાળી સંવાદ માટે એક યોગ્ય મર્યાદા નક્કી કરવી એ મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ તમારી સાથે સારો વ્યવહાર ના કરતી હોય તો, તેમની સાથે સંવાદ બંધ કરી શકો છો

 a) પૂરી વાત કરી શકે તેવા પ્રશ્નો પૂછો :

સૂચક અથવા ટૂંકા પ્રશ્નો જેનો જવાબ ફક્ત હા અથવા ના હોય તેવા પ્રશ્નોના બદલે, ડીટેલવાળા પ્રશ્નો લોકોને તેમની સાથે બનેલી ઘટનાને સમજવામાં મદદરૂપ થાય છે અને તેમની પોતાની આંતરિક શક્તિ સાથે જોડે છે.

તમે સારૂં મેહસુસ કરો છો?” તેવો પ્રશ્ન કરવાના બદલે તમે કેવું મેહસુસ કરો છો?” તેવો પ્રશ્ન કરો.

 b) વિચારશીલ ભાષાનો ઉપયોગ કરો :

નીચે જેવા વાક્યોનો ઉપયોગ કરો

    • “મેં સાંભળ્યું કે તમે…..” અથવા
    • “મને એવું લાગે છે કે……”

તેની સાથે ચોક્કસ ના હોય તેવા વાક્યોનો ઉપયોગ કરો જેમ કે,

    • “મને આશ્ચર્ય થાય છે કે તમે….?” અથવા
    • “હું તે બરાબર સમજ્યો?”

 

તેનાથી લોકોને, તેઓ કેવું અનુભવી રહ્યાં છે તે સમજવામાં અને તમારી સમજને સુધારવામાં મદદ મળે છે તેમજ, તેઓ જે કંઈ કહેવા ઈચ્છે છે તે પ્રત્યેના તમારા ઈન્ટરેસ્ટને બતાવે છે. લોકો તેમના અનુભવનું વર્ણન કરવા જે ભાષાનો ઉપયોગ કરે, તેવી જ ભાષામાં જો તમે તેમની સાથે વાત કરો તો તમે તેમની ઈચ્છા પર ખરા ઉતરો છો અને તમારી સાથે ખુલા દીલથી વાત કરે છે.

તમે કોઈ વ્યક્તિની ખાસ ભાષાને સાંભળો ત્યારે એફ.જી.એમ./સી. સંબંધી શબ્દો ધ્યાનમાં રાખવા. જેમાં, તેઓ એફ.જી.એમ./સી.- “ખતના”, “એફ.જી.સી.”, “સ્ત્રીની સુન્નત” “પ્રક્રિયા” નો સંદર્ભ કેવી રીતે આપે છે તે સમાવિષ્ટ છે. તમે તેવા શબ્દોનો ઉપયોગ ના કરતા હોવા છતાં, બોલનાર વ્યક્તિ જેવા શબ્દોનો ઉપયોગ કરવાથી તેણીને મહેસુસ થશે કે તમે તેણીના નજરયાનો આદર કરો છો.

 c) અંગત અનુભવો માન્ય કરો :

ઘણી વાર લાંછન અને માનસિક આઘાત લોકોને તેઓ એકલા હોય તેવું મેહસુસ કરાવે છે. જ્યારે તમે શરૂઆતમાં તેમની વાત સાંભળો ત્યારે રાજનૈતિક લડાઈ અથવા સૈદ્ધાંતિક દલીલોમાં પડવું યોગ્ય નથી. કોઈ સ્ત્રી ખતના વિષેનો તેમનો અનુભવ જણાવતી હોય અથવા કોઈ વ્યક્તિ એવું જણાવતા હોય કે ધાર્મિક કારણોને લીધે ખતનાનું પાલન થવું જોઈએ તો, તેવી વ્યક્તિને કોઈ તેમને સાંભળી રહ્યું છે તેવો અહેસાસ કરાવી તેમની મદદ કરો. શાંતિથી પૂરી વાત સાંભળ્યા બાદ તમે તમારા વિચારો કહી શકો છો.

 

2) સંવાદ દરમિયાન એકબીજા સાથે બનેલી ઘટનાઓ શેર કરો:

વાત કરવાની કલા અને હુન્નર, જે એવા લોકોમાં ડર પેદા કરી શકે છે જે એમ માનતા હોય કે તેમની પાસે શેર કરવા જેવી કોઈ વાત નથી. ખાસ કરી, જો તે વાત અંગત, હરામ અથવા છૂપી બાબત વિષે હોય. વાત કરવાની રીત, તેણી શું કહેવા માગે છે, કોને કહેવા માગે છે અને તેના પરિણામ રૂપે તેણી શું અપેક્ષા રાખે છે, તેનો પૂરો વિચાર કરવાની વ્યકિતની ક્ષમતામાં સહાયરૂપ થાય છે, જ્યારે તેણીની વાતનો ઉપયોગ અને તેના ફેલાવ પર પૂરતું નિયંત્રણ મેળવો.

 a) જોખમો જાણો :

અંગત વાતને શેર કરવી, વ્યક્તિને વધારે શસક્ત મેહસુસ કરાવે છે અને એફ.સી.જી.ના અનુભવ હેઠળથી પસાર થયેલા મિત્રો અથવા અન્ય કુટુંબીજનો સાથે જોડે છે. પરંતુ, તેમાં અંગત જોખમો પણ ઉદભવી શકે છે,  વ્યક્તિ તેની વાત જણાવ્યા પછી પોતાને વધુ નિર્બળ અને એકલા મેહસુસ કરી શકે છે અથવા અન્ય લોકો દ્વારા તેને શરમિંદા કરવામાં આવી શકે છે.

લોકો જ્યારે તેમની વાત જણાવે ત્યારે તેમને જબરદસ્તી, બળજબરી અથવા શરમિંદા કરશો નહિં. લોકો તેમની વાત તમારી સાથે શેર કરવા પ્રોત્સાહન અને સહાયતા મહેસુસ કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરો.

 b) ફક્ત પોઈન્ટ્સમાં નહિં, આખી વાત બતાવો :

સ્ટોરીમાં સમજાવવાની, પ્રભાવ પાડવાની, પ્રેરણા આપવાની અને પગલાં લેવા લોકોને પ્રેરિત કરવાની તાકાત હોય છે. માનવીય, જોખમી અને પ્રામાણિક સ્ટોરીઓ સરળતાથી પોઈન્ટ્સમાં બેસતી નથી પરંતુ, અસમાનતા ધરાવતા વિવિધ પ્રકારના લોકોને એકસાથે જોડવાની તેમાં અકલ્પનીય શક્તિ હોય છે. લોકો તેમની વાત તમારી સાથે શેર કરવા પ્રોત્સાહન અને સહાયતા મહેસુસ કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરો.

 

3) સિક્કાની બન્ને બાજુઓને સ્વીકારો :

ખતનાની પ્રક્રિયા હેઠળથી પસાર થયેલી વ્યક્તિએ પીડા અને ઉદાસીનતાનો અનુભવ કર્યો હોય શકે અને/અથવા એવુ કંઈ જ અનુભવ્યું ના હોય. તેણી તે બાબતને અંગત રાખવા ઈચ્છતી હોય શકે અને તેણીને અન્ય લોકો સાથે ભાવનાત્મક લગાવની જરૂર હોય શકે. તેણી એફ.સી.જી.ને ખોટું માનતી હોવા છતાં, તેણી ધાર્મિક રીતે તેને સાચું માની શકે છે. તેણી એવી અન્ય ઘણા પ્રકારની મિક્સ લાગણીઓ મહેસુસ કરી શકે છે, જે શરૂઆતમાં વિચીત્ર લાગી શકે છે.  ઘણા બધા હકીકતો એક સાથે હોઈ શકે છે એ સમજવું મહત્વનું છે.

ખતના કેવી રીતે કરવામાં આવ્યું અને ખતના પ્રત્યેની તેણી જે મેહસુસ કરે છે તે સંબંધી મુદ્દાઓ સમજવા હંમેશા સરળ નથી હોતા અને બદલાવ તેમજ નવી સમજના દ્વાર ખોલવા, આપણે પરિસ્થિતિના બધા પાસાંઓને સ્વીકારવા અને જાણવા જરૂરી છે. ‘આ/પેલું’ના બદલે ‘બન્ને/તથા’ના રીતનો ઉપયોગ વધુ મદદરૂપ થાય છે.

       તમારા નજરીયાને બદલો :

જો આખું વિશ્વ આ મુદ્દાને તમારા નજરીયાથી જુએ તો તે સરળ હોય શકે છે પરંતુ, વાસ્તવમાં તે શક્ય નથી. વિરોધનું અસ્તિત્વ છે કારણ કે, આપણે ઈન્સાન છીએ અને આપણી અલગ-અલગ પૂર્વભૂમિકાઓ, પંરપરા અને માન્યતાઓનો અર્થ છે કે આપણે વિશ્વને અને તેના મુદ્દાઓને અનોખી અને અલગ-અલગ રીતે સમજીએ છીએ. આપણા બધામાં સમાવિષ્ટ સહાનુભૂતિ અને પ્રેમ જેવા સાર્વત્રિક માનવ સત્યોને માન આપો અને એફ.જી.સી.ના કારણે અમુક સ્ત્રીઓને શારિરીક અને માનસિક પીડા ભોગવે છે, જ્યારે અન્ય સ્ત્રીઓ કહે છે કે તેમને આવી પીડાનો અનુભવ નથી થયો, આવા અમુક ખાસ અને વિશિષ્ટ અનુભવોને ઓળખો. બધા લોકોને સહાય કરવી અને આદર આપવો એ મહત્વની બાબત છે.

 

4) વાતચીત ચાલુ રાખો :

સામાજિક બદલાવ આવતા સમય લાગે છે અને અવારનવાર આપણે એક સંવાદમાં જેવા પરિણામો જોઈએ છે તે મળતા નથી. તેથી, વાતચીત દરમિયાન જે કંઈ બને તેની નોંધ લેવી મહત્વનું છે અને ક્યારેક બધા પક્ષોને સામેલ થવા દો અને તેના પર વીચાર કરો. તેમ છતાં, તેને તમારી છેલ્લી વાતચીત ના બનવા દો. જો આપણે એકબીજા સાથે સતત વાતચીત કરતા રહીએ તો જ બદલાવ આવી શકે છે.

 

Read the English version here.